STORYMIRROR

Arun Gondhali

Romance

3  

Arun Gondhali

Romance

તું મારી ખેવના

તું મારી ખેવના

1 min
6

તું ભીંજાતી વરસાદમાં જોઈ તને ભીંજાતો હું,

લટ ઉપર વહેતું પાણી પણ મારી લત એક તું.


મારા નયનની શાતાં ને સપનું ય તું, જિંદગીની એક ખેવના ય તું.


દિલની વાતો કહું નિરાંતે રાત'દી સપનાં જોયાં કરું હું,

જાણે નીતરતી કાયાનું પાણી હું, પ્રેમમાં એકલો પાગલ હું.


મારા નયનની શાતાં ને સપનું ય તું, જિંદગીની એક ખેવના ય તું.


સાંભળ વરસાદમાં મારો સંદેશો છે ઝીલી લે સંદેશ કાને હાથ ધરીને તું,

જોઇ લે મુજ તરફ પવનની જમ શબ્દોને હોંઠોથી ચૂમી છોડીશ તું.


મારા નયનની શાતાં ને સપનું ય તુંમારા નયનની શાતાં ને સપનું ય તું, જિંદગીની એક ખેવના ય તું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance