કારણ લાગતું
કારણ લાગતું
સામસામું આપણું મળવું અકારણ લાગતું,
આમ જુઓ તો ભલા એમાંય કારણ લાગતું.
આજ મારામાં જ ડૂબાડી દીધો તો સૂર્યને,
એટલે હળવું ક્ષિતિજને એનું ભારણ લાગતું.
ગાલના ખંજનમાં ડૂબ્યાં તો ડૂબ્યાં એવાં અમે,
તો ય એની આંખમાં અમને તો તારણ લાગતું.
હું ય લાગું છું ખીલ્યો ખીલ્યો હવે વરસાદમાં,
કો'અષાઢી સાજં ના હરિયાળુ સાસણ લાગતું.
ના, રમા ના, મેનકા ના, ઉર્વશી, રંભા નથી,
આ કલમનું તો ય મનને કેવું કામણ લાગતું.
રોજ ઈચ્છા ના ચઢે છે, ઝેર તો કોને કહું,
મારવી ઈચ્છા જ મારે એજ મારણ લાગતું.
જીંદગી જીવ્યો છે "જોગી" દોસતો એ શાનથી,
એટલે આ મોત જેવું મોત હારણ લાગતું.