STORYMIRROR

Arun Gondhali

Inspirational

3  

Arun Gondhali

Inspirational

વિરોધ

વિરોધ

1 min
9

ના અટકાવો એને દોડવા દો,

ભલે તમથી એ આગળ હશે,

રસ્તાના હાલ દોડતાં પગ સમજશે,

અંતે બનેલ પગદંડી તમને કામ લાગશે.


વિરોધ જરૂરી છે,

પણ જો હોય માપનો,

કોઈ એક જગ્યાએ ટકી ન શકે,

આ નિયમ છે કુદરતનો.


સંગીત ખુરશી છે,

દોડતાં રહેવું પડે છે,

આજે એ બાદ થયો તો કાલે કોઈ જશે,

હિસાબ અટલ અકળ છે કુદરતનો.


વાણીથી વેતરાઈ જવાશે,

ઉતાવળ કરી ફસાઈ જવાશે,

ઓછા બાણની રમત વિચાર પ્રેરે છે

બાકી યુદ્ધ જીતવા ચાલ એ કામયાબી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational