ગુલામી
ગુલામી
1 min
26.7K
આપણા પ્રેમ બંધનમાં
આજીવન ગુલામી ભોગવી શકું,
પુરસ્કાર સમી લાગણીની
ક્યારેક સલામી ભોગવી શકું.
પાંગરવા ખીલ્યા
રંગબેરંગી પુષ્પો બાગમાં,
તારા મિલનના રંગોમાં
એક રંગ બદામી ભોગવી શકું.
નથી મળવા સમય
વ્યસ્તતા ઘેરી વળી મને,
સમયની પાબંધી વચ્ચે
થોડીક ક્ષણો નકામી ભોગવી શકું.
શોર-બકોર થઈ રહ્યો
માનવ મેહરામણમાં,
એકલા તારી સાથે રહેવાને
થોડી અવામી ભોગવી શકું.
"હર્ષ" મોત થતું હોય
કાલે, આજે ભલે થાય,
હસતો જોઉં વદન તારો
એવી નનામી ભોગવી શકું.

