કાયા એક ઢીંગલી
કાયા એક ઢીંગલી
1 min
13.6K
આ કાયા રૂપી ઢીંગલીમાં
આત્મા રૂપી
ચાવી ભરાવી છે,
બસ એ ચાવીજ કુદરતે
હાથમાં રાખી
આ કાયા પધરાવી છે,
સુખ:દુઃખનો દરિયો
અનુભવથી ખેડીને
જાત તરાવી છે,
બ્રહ્મજ્ઞાન લાગ્યું જેને
જીવનમાં તેણે
મોતને હરાવી છે,
બસ આજ સત્ય
જીવનનું એક "હર્ષ"
મોજ કરાવી છે,
એક ઢીંગલી,
ફરી મૌન કરી ગૈ,
ગર્ભપાતમાં.
