STORYMIRROR

Harsh Pandya

Romance

4  

Harsh Pandya

Romance

આલાપ સાત સૂરનો

આલાપ સાત સૂરનો

1 min
597

આલાપ સાત સૂરનો, સરગમ નજીક છે,

વાગે હૃદયમાં ઢોલ, ધમાધમ નજીક છે,


આજે હું સૂર તાલને ઢાળું છું રાગમાં,

જોને નગારું વાગતું, પડઘમ નજીક છે,


વાતો થશે બજારમાં, ના હો મને ફિકર,

રોકી શકું ના જાતને, વ્હાલમ નજીક છે,


થોડો સમયને બાથથી બાંધી લઈશ હું,

મારી સનમ તો યાદમાં, તરતમ નજીક છે,


ચમકે છે ચાંદ એક હવે તો ગગન મહીં,

શરમાઇ સાવ રાતને, હમદમ નજીક છે,


ભેટી ગયું છે ફૂલ, કળી સાથ ચાહમાં,

તારી મહેક બાગમાં, હરદમ નજીક છે,


ઉતરી ગગનથી "હર્ષ" પછી સ્વપ્ન સુંદરી, 

ખુલ્લા નયન થશે ને 'તુ' હરદમ નજીક છે


Rate this content
Log in

Similar gujarati poem from Romance