અક્ષત
અક્ષત
1 min
27.7K
વધાવવા લાવો અક્ષત કુમકુમ આજ હવે,
શણગારો રુદિયાની રાણીની સાજ હવે.
વાગતા ઢોલે ઘોડે ચડશે આજે વરરાજા,
પહેરવાને લાવો હીરા મઢેલો તાજ હવે.
પાનેતર પહેરી પિતાના ઘરનું એકવાર એવું,
એક દીકરી થાશે પારકી શી આજ હવે.
શુભ પગલાં થશે આજે એક આંગણમાં,
પાવન કરે ઘર બીજાનું રાણીનું રાજ હવે.
શોભતી હતી રંગીન કપડા પહેરી બાપ ઘરે,
સાસરીમાં ઘૂંઘટો મોટો તાણી લાજ હવે.
