ભીનાં ભીનાં મૃગજળ
ભીનાં ભીનાં મૃગજળ
1 min
26K
કોરી કોરી આંખોમાં ભીનાં ભીના મૃગજળ,
વ્હાલપનું વાદળ ઝંખી રહ્યું એક કોરૂ રણ.
અટવાયા વ્હાલમના વિયોગે સૂર વાંસળીનાં,
ને મુંઝાય શ્વાસોમા મિલન આશે રાધાના પ્રણ.
વંટોળ થઈ ભટકું અંતર આકાશે એકલો,
શોધું જન્મો જન્મોથી એક શ્યામનુ શરણ.
અટકશે એકદિ જરૂર આ જીવન સફર,
છેલ્લો શ્વાસ હશે મારો ને હશે તારૂં ચરણ.
એ"પરમ"સ્થાન ને એ ધડીનો ઈન્તજાર,
જો"પાગલ"અટકતું નથી આંખોનું ઝરણ.

