STORYMIRROR

Jashubhai Patel

Others Romance

1.7  

Jashubhai Patel

Others Romance

તું અને હું - હું અને તું

તું અને હું - હું અને તું

1 min
13.7K


તું અને હું - હું અને તું

બે સામ-સામેના કિનારા,

તોયે આપણી વચ્ચે

ધસમસતું આ મૌન કેમ ?


તું દૂર-દૂર નભનો આકાશી તારલો,

ને હું અહીં ઓરડામાં ટમટમતી દિવડી,

તોય આપણી વચ્ચે

ઝગમગતું આ અંધારું કેમ ?


તું ટેહૂંક-ટેહૂંક ગહેંકતો વનનો મોરલો,

ને હૂં ઝૂકેલી આંબલિયાની ડાળ,

તોય આપણી વચ્ચે

થનગનતી આ ખામોશી કેમ ?


તું ગડ-ગડાટ ઘૂઘવતો વરષાનો મેઘલો,

ને હું એક ઝબૂકતી નાનકડી વિજળી,

તોય આપણી વચ્ચે

ધોધમાર વરસતી આ ઉદાસી કેમ ?


તું હર-પળ સતાવતો પાગલ વાયરો,

ને હું એક નવલી નવોઢા સમ લટ,

તોય આપણી વચ્ચે

ક્ષણ-ક્ષણ તરસતી આ શરમ કેમ ?


Rate this content
Log in