મેઘધનુષ
મેઘધનુષ
વરસાદે લખેલી અદ્ભુત કવિતાની આ કમાલ છે
‘મેઘધનુષ’ એ તો રંગોની જ્યોત જેવી જલાલ છે
આકાશ અને વરસાદ તો છે અલૌકિક વસ્તુઓ
‘મેઘધનુષ’ તો આકાશ અને વરસાદનું વ્હાલ છે
સુર્ય, વરસાદ અને આકાશને પણ છે એટલી ખબર
એટલે તો ‘મેઘધનુષ’ જેવી ગમતી વસ્તુઓનું કરે ગુલાલ છે
‘મેઘધનુષ’ જોઈને થઈ જવાય છે માત્ર મંત્રમુગ્ધ
કુદરતના કરિશ્મા થકી આ સૃષ્ટિ માલામાલ છે
કઈ ચીજ પર લટકાવેલ છે આકાશમાં આ ‘મેઘધનુષ’ને
સમજાય છે એટલું, આ રીતે તો કુદરત જ કરી શકે ન્યાલ છે
