મે તો ગઝલરૂપી સજાવી દુલ્હન
મે તો ગઝલરૂપી સજાવી દુલ્હન
મે તો ગઝલરૂપી સજાવી દુલ્હન,
શબ્દો કેરા પહેરાવ્યા પાનેતર,
કાફિયા કેરા પહેરાવ્યા હાર,
છંદ થકી કરાવ્યો શૃંગાર,
રદિફની રજાઈ પર બેસાડી,
અંતરની ભાવના થકી શણગારી,
વાચકોની કૉમેન્ટ જાણે કંકુ ચોખા,
વાચકોના સ્ટીકરથી વધાવી એને,
આપ્યો વાચકોએ ઘણો લાડ પ્યાર,
કરી મે એનાથી ખુશી અખત્યાર.