મૌન
મૌન
વહાણ જો ડૂબતા દેખાય તો બસ મૌન રાખો.
સબંધે દૂરતા દેખાય તો બસ મૌન રાખો.
ચણો ખાલી ખાલી વાગે ઘણો જોયા કરીએ,
ડફોળી મૂર્ખતા દેખાય તો બસ મૌન રાખો.
નડે છે કોણ કોને એ યક્ષ પ્રશ્નો સળગતાં,
ઉકેલો ખૂટતાં દેખાય ત્યારે મૌન પાળુ છું.
અજ્ઞાની જ્ઞાત હોવાનો કરે છે ડોળ ત્યારે ,
ઉત્તરો પૂછતાં દેખાય તો બસ મૌન રાખો.
બરફની જેમ થીજી જાય છે આ લાગણીઓ ,
રણોની શુષ્કતા દેખાય તો બસ મૌન રાખો.
પ્રણય કિસ્સા હવે કેવી રીતે ભૂલી જવાના ?
સ્મરણો ગુંજતા દેખાય તો બસ મૌન રાખો.
પરાયા થૈ ગયા સઘળાં મિત્રો મુશ્કેલી સમયે,
સબંધો તૂટતાં દેખાય તો બસ મૌન રાખો.
