માયા રચી
માયા રચી
અસમંજસ
ભરી, આ જિંદગીની
રાહો જ ઘણી.!
વસી હૃદયે,
સ્મરણો થકી એક
છબી અનોખી.
વિના દસ્તકે
છાવણી કરી કેવી.!
અંતર મહી.
સ્વાર્થી વિશ્વમાં
નિ:સ્વાર્થ તારી ભક્તિ
આ હૈયે ધરી.
મયુરપંખે
માયા રચી સ્મરણે
સ્મૃતિ વિસ્તારી.
અસમંજસ
ભરી, આ જિંદગીની
રાહો જ ઘણી.!
વસી હૃદયે,
સ્મરણો થકી એક
છબી અનોખી.
વિના દસ્તકે
છાવણી કરી કેવી.!
અંતર મહી.
સ્વાર્થી વિશ્વમાં
નિ:સ્વાર્થ તારી ભક્તિ
આ હૈયે ધરી.
મયુરપંખે
માયા રચી સ્મરણે
સ્મૃતિ વિસ્તારી.