STORYMIRROR

Ritvi Buch

Abstract Drama

3  

Ritvi Buch

Abstract Drama

મારી લાડકી જિંદગી

મારી લાડકી જિંદગી

1 min
356

જ્યારે જ્યારે હું વિચારું તારા માટે, 

ત્યારે ત્યારે લાગે મને તું બહુ વ્હાલી, 


હસાવતી, રમાડતી, રડાવતી એવી નિરાળી, 

ધક્કો મારીને કામ પણ કરાવતી, 


અને પોતાની છાયામાં શાંતિ પણ અપાવતી, 

મને પડવાની હિંમત પણ તું અપાવતી, 


અને પડું તો તુંં જ ઉપાડતી,

આશા અને નિરાશાનો તાલ તું બેસાડતી, 


લાગણીઓ ને સાચી દિશામાં તું વહાવતી, 

આગળ વધીને સપના પૂરા કરવા સાચ્ચા લોકોને પણ તું જ મળાવતી, 


ખોટા લોકોથી તું જ બચાવતી, 

પોતાની ઓળખ છૂપાવીને મારી ઓળખ બનાવતી,


એ જિંદગી, તું મને આટલી ક્યારે થઈ ગઈ વ્હાલી !


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Abstract