મારી ભારત માત રે...
મારી ભારત માત રે...
સિંહ પર સવાર થઈને નીકળી, ભગવો લીધો જેણે હાથ રે,
હે જી ઈતો જગ આખામાં પૂજાતી રે, મારી ભારત માત રે જી...
દેવોએ જેને ખોળે જનમ લીધા, વળી દેવીઓના જ્યાં સ્થાન રે,
હે જી ઈ તો ત્રણે લોકમાં પૂજાતી રે, મારી ભારત માત રે જી...
વીરલાઓને જનમ દેતી ને, સાવજ સરીખા જેના બાળ રે,
હે જી જેના થકી જગમાં ઓળખાતી રે,મારી ભારત માત રે જી…
ગંગા જમના જેના ખોળે વહેતી, હિમાલય તેડ્યો જેણે કાખ રે,
હે જી હિંદ સાગર જેના પગ ધોવે,એવી મારી ભારત માત રે જી…
જગને ઈ તો રાહ ચિંધનારી ને, નમે જેને સઘળો સંસાર રે,
હે જી જગમાં એક જ શક્તિ પૂજાતી રે,મારી ભારત માત રે જી…
ઋષી-મુનીઓ જેના પાઠ કરે, ને દેવો ગાય જેના ગુણગાન રે,
હે જી ‘અર્જુન’ ની છે ઈ તો જનમદાત્રી રે, મારી ભારત માત રે જી…