Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhaneshvari Joshi

Classics

4.0  

Dhaneshvari Joshi

Classics

ઝરૂખો

ઝરૂખો

1 min
93


ભર્યુ ઘર ભર્યો સંસાર,

ઝરૂખે મે બાંધ્યો હિંચકો આજ,

ઝરૂખે બેસી એની વાટ જોતી,

પ્રભુ મિલન ની રાહ જોતી !

ઊગતા સૂર્યનાં તેજથી,

જીવન મારું પાવન થાતું,

ચંદ્ર પ્રભુના આગમનથી,

ઝરૂખો મારો પ્રકાશિત થાતો !

સોળ સજી શણગાર આજ,

બેઠી હું હિંચકે આજ,

મોર ટહુકીયા ઝરૂખે આજ,

પક્ષી વાતો કરતા જાય !

આંખનું કાજળ હસતું,

જયારે મનડું પ્રેમથી ડોલતું તું,

પગની ઠેસે હિંચકો ખાતું,

ઝરૂખે બેસી ગીતો ગાતું !

મન હિંચકે ઝૂલે છે,

તન ઝરૂખે વાટ જુવે છે,

આ જીવન રૂપી ઝરુખામાં છે,

બાંધ્યો એક હિંચકો આજ !

મનમાં નવી તરંગો ભરી,

ઝરૂખે બેસી એને નિહારતી,

ઈચ્છા એની હુકમ એનો,

એનું એ પ્રમાણ દેતો !

ભર્યુ ઘર ભર્યો સંસાર,

ઝરૂખે મે બાંધ્યો હિંચકો આજ,

ઝરૂખે બેસી એની વાટ જોતી,

પ્રભુ મિલનની રાહ જોતી !


Rate this content
Log in

Similar gujarati poem from Classics