ઊર્મિગીત
ઊર્મિગીત


સૂર્ય ચંદ્રનાં તેજ જેવું જીવન છે રે..
ઊર્મિ કેરા આનંદનો પ્રકાશ છે રે !
મહાસાગરનાં પાણી જેવું જીવન છે રે..
ઊર્મિ કેરો સાગર નું આ જીવન છે રે !
ગુલાબનાં આ ફૂલ જેવું જીવન છે રે..
ઊર્મિ થી ભરેલું આ જીવન છે રે..!
ખીલશે અને મૂરઝાશે આ જીવન છે રે..
ઊર્મિ કેરો મનખો આ જીવન છે રે.. !
સૂતર નાં આ તાર જેવું જીવન છે રે..
ઊર્મિ કેરો પાલવનું આ જીવન છે રે.. !
અરીસાનાં કાચ જેવું જીવન છે રે..
ઊર્મિઓ જગાડે એવું જીવન છે રે.. !
ઘુમશે ને ફરશે આ તારૂ જીવન છે રે..
ઊર્મિ કેરો અહેસાસ કરાવે જીવન છે રે.. !