મેહુલિયો
મેહુલિયો


આકળ વિકળ થાય મનમાં મૂંઝાય,
તોય મારો વાલમ આવે નહીં આજ..!
જોને વસંત આવી છે એવી...
મધુર મોરના ટહુકા આંગણે.. !
આંખ મારી જૂએ છે એની વાટો..
કાન માં ગુંજે છે વરસાદ આજ.. !
વરસ્યો મેહુલિયો રે આજે..
મનડું મારું ભીંજાવે છે આજે.. !
હાલક ડોલક થાય મારાં રુદિયે..
સાન ભાન ભૂલી ગઈ હું આજ.. !
વાદળ ઊમટ્યાં છે આકાશે..
ઝરમર છાંટા પડ્યાં રે આજે.. !
છાલક જેવો રે વરસ્યો વરસાદ..
મીઠી માટીની મહેક લાવે.. !
વાદળ ફાટયા રે એવા આજ..
વરસાદ આવ્યો રે ધોધમાર આજ.. !
દરિયા એવા રે ઉભરાયા..
મહાસાગર કાંઠે આવ્યાં.. !