ધરતી ગગન
ધરતી ગગન
મોર તો એવી કળાઓ કરતાં
ઝરમર ઝરમર વરસાદ વરસતાં
વીજળી તો આકાશમાં ચમકી
ગડગડાટ કરતાં વાદળ બરસે
આગમનની થઈ છે તૈયારી
ધરતી ગગન મિલનની વારી
રેલમ છેલ પલ માં થાતી
પ્રેમીનાં તો દિલ છલકાવતી
ગગન કેરો પ્રેમ વરસતો
ધરતી નો નવો જન્મ થાતો
સ્વાગત કરી ને ઊભી રહેતી
બાથ ભરી ને પ્રેમ કરતી
વરસે છે તોફાની વરસાદ
નદી સરોવર પ્રેમ થી ઉભરાય
ધરામાં હરિયાળી થાતી
કોયલ મધુરા ગીતો ગાતી
દરિયો મીઠી વાતો કરતો
મૂશળધાર વરસાદ વરસતો
આગ ઝરતી વીજળી થાતી
પ્રેમીઓનાં દિલ છલકાવતી.