ઝરૂખો
ઝરૂખો


ભર્યુ ઘર ભર્યો સંસાર, ઝરૂખે મે બાંધ્યો હિંચકો આજ !
ઝરૂખે બેસી એની વાટ જોતી, પ્રભુ મિલનની રાહ જોતી..!
ઊગતા સૂર્યનાં તેજથી, જીવન મારું પાવન થાતું.. !
ચંદ્ર પ્રભુનાં આગમનથી, ઝરૂખો મારો પ્રકાશિત થાતો.. !
સોળ સજી શણગાર આજ, બેઠી હું હિંચકે આજ.. !
મોર ટહુકીયા ઝરૂખે આજ, પક્ષી વાતો કરતા જાય.. !
આંખનું કાજળ હસતું, જયારે મનડું પ્રેમથી ડોલતું'તું.. !
પગની ઠેસે હિંચકો ખાતું, ઝરૂખે બેસી ગીતો ગાતું.. !
મન હિંચકે ઝૂલે છે, તન ઝરૂખે વાટ જૂએ છે.. !
આ જીવનરૂપી ઝરુખામાં છે બાંધ્યો એક હિંચકો આજ.. !
મનમાં નવી તરંગો ભરી, ઝરૂખે બેસી એને નિહારતી..!
ઈચ્છા એની હુકમ એનો, એનું એ પ્રમાણ દેતો.. !
ભર્યુ ઘર ભર્યો સંસાર, ઝરૂખે મે બાંધ્યો હિંચકો આજ. !
ઝરૂખે બેસી એની વાટ જોતી, પ્રભુ મિલનની રાહ જોતી..!