ગામડાનું વર્ણન
ગામડાનું વર્ણન


મારું ગામડુ વઢવાણ છે રે લો ..
એતો રંગીલું છે ગામ ..રે લો..
મારે જાવું નથી રે શહેર માં રે લો..
મારે રહેવું છે ગામડે રે સાહિબા..
મારું રે ગામ રળિયામણું રે લો.. !
હરિયાળું મારું ગામ છે રે લો...
મોરનાં ટહુકાર ત્યાં છે રે લો...
કૂકડાનો છે રે સાદ રે...
મારે રહેવું છે ગામડે રે સાહિબા..
મારું રે ગામ રળિયામણું રે લો.. !
ગામડે રે લોકો વહેલા ઉઠે રે ..
પ્રસાદ લઈને મંદિર જાય રે...
ભક્તિ રે કેરા ભાવ રે થાય...
પછી રે ગામ ની પંચાયત રે લો ..
મારે રહેવું છે ગામડે રે સાહિબા ...!
મારું રે ગામ રળિયામણું રે લો.. !
જમવામાં બાજરીનાં રોટલા ને ..
શુદ્ધ દેશી ઘી, ગોળ...
ખાવા ની શુ મોજ છે રે લો..
મારે રહેવું છે ગામડે રે સાહિબા...
મારું ગામ રે છે રળિયામણું રે લો.. !
પાડોશીમાં કોણ આવ્યું..
એને શું રે કર્યું એવી..
ગામડે રે વાતું થાય છે રે લો..
મારે રહેવું છે ગામડે રે સાહિબા..
મારું ગામ રે છે રળિયામણું રે લો.. !
નદી એ જવાય પછી..
વળી ચોકમાં બેસાય..
નવરાં કરે લીલાલહેર છે રે લો..
મારે રહેવું છે ગામડે રે સાહિબા..
મારું ગામ રે છે રળિયામણું રે લો.. !
શ્રાવણ આવે ને મેળે જવાય રે..
સાતમ આઠમ નાં ટાઢા ખવાય...
ગામડે મેળો ભરાય..
મારે રહેવું છે ગામડે રે સાહિબા
મારું ગામ રે છે રળિયામણું રે લો.. !
હો મારું સૌરાષ્ટ છે રે રંગીલું રે લો..
તેમાં છે રે તીર્થધામ રે લો ...
મારે લેવું હરીનું નામ રે લો ..
મારે રહેવું છે ગામડે રે સાહિબા..
મારું ગામ રે છે રળિયામણું રે લો.. !
મારું રંગીલું છે ગામ...
મારું મોજીલું વઢવાણ..
એના કરું હું વખાણ..
મારે રહેવું છે ગામડે રે સાહિબા
મારું ગામ રે છે રળિયામણું રે લો.. !