મિત્રતા મારો શ્વાસ
મિત્રતા મારો શ્વાસ
ચાલ ! આપણી મિત્રતાને એક નામ આપી દઉં !
તારું મારું સહિયારું જો એક કામ આપી દઉં !
દુઃખના કાગળો તું મને મોકલી દે આજ બધા,
ચાલ મારા ખભાનું કાયમ સરનામું આપી દઉં !
રંગ, રુપ, અમીર, ગરીબ સર્વોથી ઉપર બેસાડું,
એક વાત કહું ? ચાલ સાદગીને માન આપી દઉં.
ક્યાં સબંધ છે આપણો હાજર રહેવાનો સામે,
ચાલ ! લાગણીના નામે આજ સમુંદર આપી દઉં !
વિશ્વાસ તારો મારો વીંટળાણો જો ને શ્ચાસમાં,
તારી ધડકનને મારા ઊરનું એક કામ આપી દઉં.
બનાવટી મુખોટા સાથે દુનિયા જો રમાડે રોજ,
અતૂટ બંધન આપણો મિત્રતા નામ આપી દઉં.
શ્વાસ મારો ચાલે, ને મિત્રતા તારી જો દોડે છે,
ચાલ ! માંગ તું જરા જો ને હું જાન આપી દઉં.