CHETNA GOHEL

Others abstract classics fantasy

3  

CHETNA GOHEL

Others abstract classics fantasy

કટાક્ષ

કટાક્ષ

1 min
309


સવાલ જ કંઈ નથી તો પુછવું કઈ રીતે ?

લખાયું જ કંઈ નથી તો ભૂંસવું કઈ રીતે ?


નગર બન્યું પથ્થરોથી, કાચની છે લાગણી

મનને અડકયું જ નથી તો તૂટવું કઈ રીતે ?


દરવાજે આવી તું ચુપચાપ ઊભો રહ્યો,

દરવાજો ખખડયો નથી તો ખોલવું કઈ રીતે ?


આંખોના દરિયાને તે રણમાં ફેરવ્યો,

બૂંદ એક ટપકયું જ નથી તો લૂંછવું કઈ રીતે ?


યાદોના પવનને તે પતઝડ બનાવ્યો,

કમળ ખીલ્યું જ નથી તો તોડવું કઈ રીતે ? 


માર્ગમાં મારા પાથરી તે કંટકની પથારી,

કાંટો ચૂભ્યો જ નથી તો રડવું કઈ રીતે ?


પથ્થરની મૂરત બનાવી તું ભાગ્યો,

ચેતના બચી જ નથી તો જીવવું કઈ રીતે ?


Rate this content
Log in