કુદરત
કુદરત


વાહ રે વાહ કેવી કરામત છે તારી કુદરત
આભે ઓઢી જાણે કેસરી ચૂંદડી કુદરત
સપ્તરંગી ફૂલોથી ઉપવનને સજાવ્યું
મહેકથી સજાવી તે પૂરી ધરતી કુદરત
નાના મોટા સૌ વૃક્ષો સાથે જ રહેતા
પ્રેમનું સિંચન જબરુ કર્યું છે તે કુદરત
ઘટાદાર વૃક્ષ તે એવા બનાવ્યા
પક્ષીઓને ઘર તે સોંપ્યું છે કુદરત
ખળખળ કરતું ઝરણું તે વહાવ્યું
પશુ પંખીની તરસ છીપાવી તે કુદરત
હરીયાળી તો તે કેવી પાથરી
જાણે લીલી ચાદર ઓઢાડી તે કુદરત
નાનકડું ઘર મારું સુંદર સજાવ્યું
જાણે સ્વર્ગની સફર કરાવી તે કુદરત.