બાળગીત
બાળગીત
1 min
115
કેરી બેન કેરી બેન,
મોર બની ના તડપાવો બેન,
ઝટપટ ઝટપટ આવી જાવ,
સ્વાદ તમારો ચખાડી જાવ.
નામ તમારું જે સાંભળી જાય,
મોઢામાં પાણી આવી જાય,
છૂપાઈ બેઠા છો આંબે ચડી,
કાચી કેરી આવી પડી.
ચૂસકી તમારી લઈ જાવ,
અમીનો ઓડકાર ભરી જાવ,
ના તડપાવો ઝટપટ આવો,
રસ તમારો જલ્દી ખાવો.
