મેહુલો
મેહુલો
1 min
23.3K
સૂરજ પણ હવે થાકયો લાગે છે.
મેહુલાને આજ મોકલ્યો લાગે છે.
વાદળોએ આજ મચાવી રમઝટ,
બેડલા પાણીના લાવ્યો લાગે છે!?
પવનના સૂસવાટા જો ને ફેંકાયા,
માટીની સોડમે રીઝાવ્યો લાગે છે.
ઝરમર ઝરમર વરસી ગયો આજ,
મૂશળધાર ક્યાં આવ્યો લાગે છે?
બહું થયા મેહુલા ઝાપટા તારા હવે,
ડોકીયું કરી ફરી સમેટાયો લાગે છે.
ગરજ ગરજ કરતો ક્યાં તું ફરતો,
વાદળો સંગ તું લોભાયો લાગે છે.
અભિમાન માની ફરતો તું રહેતો,
ધરતી પુત્ર આજ શેકાયો લાગે છે.