STORYMIRROR

CHETNA GOHEL

Others

4  

CHETNA GOHEL

Others

મારી સખી

મારી સખી

1 min
118

લત લાગી ગઈ છે તારી હવે,

મોની બની ગઈ છે મારી હવે,

શું અંદાજ છે તારી પ્રિતનો !

આંખોમાં બાજી ગઈ છે હવે.


મૌન મારું અથડાય તારા કાને,

સમજણને વારી ગઈ છે હવે,

મા બની મારી ખીજાતી મુજને,

લાડ લડાવતી થઈ ગઈ છે હવે.


મુશ્કેલીમાં સાથ તારોજ રહેતો,

હિંમત આપતી થઈ ગઈ છે હવે,

સ્વર તારો સંભળાય ના મુજને,

દિપડુ અકળાતી થઈ ગઈ છે હવે.


તારો વરતારો મારો જન્મારો છે,

લાગે છે મિત્રતા વધી ગઈ છે હવે,

લાગણીના સબંધોમાં ઓટ ક્યાં છે ?

ભરતીના પાણી વહાવી ગઈ છે હવે.


હસતી રહે મારી સખી તું હમેંશા,

દુઆઓમાં શામીલ થઈ ગઈ છે હવે,

જન્મદિવસની ખુબ ખુબ બધાઈ તને,

દિપડું પ્રેમમાં તારા વહી ગઈ છે હવે.


Rate this content
Log in