શોખ
શોખ
1 min
55
શોખ છે અજબ ગજબના મને
કરવા છે બધા પૂરા મારે,
કલર અને પીંછીની સંગાથે
સુંદર ચિત્રો કંડારવા છે મારે,
કાગળ અને કલમની સંગાથે
સુંદર રચનાઓ રચવી છે મારે,
કુદરતના ખોળે જઈને
સુંદર ફોટોગ્રાફી કરવી છે મારે,
દુનિયામાં મચી રહેલ ચહલ-પહલ
બધું જ જાણવું છે મારે,
શોખ છે અજબ ગજબના મને
કરવા છે બધા પૂરા મારે.