Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Classics Inspirational

5.0  

Prashant Subhashchandra Salunke

Classics Inspirational

અમ્મર રાખડી

અમ્મર રાખડી

1 min
310


કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે,

દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે.


મારા બાલુડા ઓ બાળ,

તારા પિતા ગયા પાતાળ,

હાંરે મામો શ્રીગોપાળ,

કરવા કૌરવકુળ સંહાર,

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.


હે… માતા, પહેલે કોઠે,

કોણ આવી ઊભા હશે રે ?

પહેલે કોઠે ગુરુ દ્રોણ,

એને જગમાં જીતે કોણ

કાઢી કાળવજ્રનું બાણ,

લેજો પલમાં એના પ્રાણ,

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.


હે… માતા, બીજે કોઠે કોણ

આવીને ઊભા હશે રે ?

બીજે કોઠે કૃપાચાર્ય,

સામા સત્યતણે હથિયાર,

મારા કોમળઅંગ કુમાર,

એને ત્યાં જઈ દેજો માર,

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.


હે… માતા, ત્રીજે કોઠે કોણ,

આવીને ઊભા હશે રે ?

ત્રીજે કોઠે અશ્વત્થામા,

એને મોત ભમે છે સામાં,

એથી થાજો કુંવર સામા,

એના ત્યાં ઉતરવજો જામા…

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.


હે… માતા, ચોથે કોઠે કોણ,

આવીને ઊભા હશે રે ?

ચોથે કોઠે કાકો કરણ,

એને દેખી ધ્રુજે ધરણ,

એને સાચે આવ્યાં મરણ,

એનાં ભાંગજે તું તો ચરણ,

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.


હે… માતા, પાંચમે કોઠે કોણ,

આવીને ઊભા હશે રે ?

પાંચમે કોઠે દુર્યોધન પાપી,

એને રીસ ઘણેરી વ્યાપી,

એને શિક્ષા સારી આપી,

એના મસ્તક લેજો કાપી,

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.


હે… માતા, છઠ્ઠે કોઠે કોણ,

આવીને ઊભા હશે રે ?

છઠ્ઠે કોઠે મામો શલ,

એ તો જન્મોજનમનો ખલ,

એને ટકવાનો દઈશ પલ,

એનું અતિ ઘણું છે બલ,

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.


હે… માતા, સાતમે કોઠે કોણ,

આવીને ઊભા હશે રે ?

સાતમે કોઠે એ જયદ્રથ,

ઈ તો લડવૈયો સમરથ,

એનો ભાંગી નાંખજે દત,

એને આવજે બથ્થમબથ,

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics