STORYMIRROR

Bijal Jagad

Classics Others

4  

Bijal Jagad

Classics Others

બ્રહ્મનું તાળું

બ્રહ્મનું તાળું

1 min
42

ગુરુનો સાંભળી નાદ, તૂટ્યું બ્રહ્મનું તાળું,

ત્રિગુણી પાંચ તત્વોમાં તુજને મુજમાં ભાળું,

સાધનાથી પ્રત્યેક જણ યોગી સંત ને સાધુ,

ત્રિગુણી પાંચ તત્વોમાં તુજને મુજમાં ભાળું,

ઈશ્વર રૂપી નામનું જગતમાં ભરવું પડે ભાડું, 

ત્રિગુણી પાંચ તત્વોમાં તુજને મુજમાં ભાળું,

હું શરીર ને તું ચેતના ચાલે છે જીવન ગાડું,

ત્રિગુણી પાંચ તત્વોમાં તુજને મુજમાં ભાળું,

તમે જે નામ લો તે નામમાં નથી હવે કઈ મારું, 

ત્રિગુણી પાંચ તત્વોમાં તુજને મુજમાં ભાળું,

એકતારો વાગે અદ્વૈતનો, ખુદમાં ખુદ ને ભાળું,

ત્રિગુણી પાંચ તત્વોમાં તુજને મુજમાં ભાળું,

આ શૂન્યની દુનિયામાં નથી કંઈ મારું મારું,

ત્રિગુણી પાંચ તત્વોમાં તુજને મુજમાં ભાળું,

મનનાં ઓરડે કેસર વરસ્યું, અમર માંડવો રચાયો,

ગુરુ પ્રતાપે બ્રહ્મજ્ઞાન પીરસાયું,,

વેદવ્યાસજી ના ચરણે મોક્ષ માર્ગે હું ચાલું,

ત્રિગુણી પાંચ તત્વોમાં તુજને મુજમાં ભાળું.

Rate this content
Log in

Similar gujarati poem from Classics