ઝાંઝર
ઝાંઝર


ઝાલર વાગી
થયો ધંટારવ મંદિરયે,
આરતીના મધુર સૂરોથી ગૂંજયું આખુંય પાદર.
ગૃહના આંગણે
મધ્યમાં સોહતા તુલસીકયારે,
પ્રગટયો દીપને પાવનતાનો લહેરાતો સાગર.
ઘરના મંદિરની
વાઘાએ શોભતી માધવમૂરત,
પવિત્ર ધૂપથી સુવાસિત થતું ધરાથી અંબર.
ખેલતાં બાલ
ઢાળિયે પરિશ્રમીની કાયા,
સાંજ પાથરતી નિરાંત પહોર તણી ચાદર.
ખણકે કંગણ
રસોડે ગૃહગામિનિના તરવરાટે,
ઝણકાર મીઠો, સંતોષી ભરી દેતાં ઝાંઝર.