સમય
સમય


સમય એજ જે પરિણામ માંગે છે,
એના અસ્તિત્વનું એ ઇનામ માંગે છે,
ને કરી સમર્પિત જે બલિદાન આપે ખુદનું,
તે ઘસીને જાત બસ નામ માંગે છે,
છતાં પરિશ્રમ જે પામી શકે ના ખુદને,
તે જિંદગીની સફરમાં વિરામ માંગે છે,
ને ખુલી આંખે જોયેલ સ્વપ્નોને પામવા,
તે પીવાને બસ દુઃખોંના જામ માંગે છે,
જોઈ છે જાત જેણે બળતી અરીસામાં,
તે જીવવાને જિંદગી ગુમનામ માંગે છે,
ને મળ્યો ઈશ્વર જેને બસ આમ જ રસ્તામાં,
તે એની પાસે પણ દોડધામ માંગે છે.