ચાંદની
ચાંદની
નથી લીધું મેં તેજ કાઈં સૂર્ય કનેથી ઉધાર,
ચાંદ બનીને શીતલ કરું છું ઉષ્મ તેજ ધાર.
વિભાકર કાંત આવે તોલે નહીં હરિચંદન,
અક્ષુબ્ધ દ્યોત ખર્ચીને ગાંઠનું ગોપીચંદન.
ક્યાં છે ચાંદની રાત ઉપર કોઈનો ઈજારો,
માણે સૌ કૌમુદી કોમલ જ્યોતનો નજારો.
કરે ન સિતારા વિશાળ સહસ્ત્ર તે કરે ચંદા,
ચંદ્રિકા ઉજાશ ફેલાવે અંધારી રાતે ખેલંદા.
ઝબૂકે ઝીણી જ્યોત જ્યોત્સ્ના ધરા જયારે,
પ્રભાતે ટપકે તૃણ ઝાકળ બિંદુ અસ્ત ત્યારે.
નથી લીધું મેં તેજ કાઈં સૂર્ય કનેથી ઉધાર,
અમાસે બને અમ વિના ચાંદની નિરાધાર.