વળાંક
વળાંક

1 min

60
ન કવિ થવું છે,
ન ઝળહળતો રવિ થવું છે,
છે ઈચ્છા એટલી જ,
સુખના સરવાળામાં વદી થવું છે.
મૃતપ્રાય પડી છે આત્મા,
જીવંત ફરી થવું છે,
જળ છંટકાય લાગણીનું,
તો ફરી ખીલી જવું છે.
બહુ રોકી રાખી લાગણીને,
હવે છુટ્ટી મૂકી દોડી જવું છે,
જીતરેખાનો મોહ નથી,
જીવન રેખાને અડી જવું છે.
સીધા ચાલવાથી ક્યાંય નથી,
પહોંચી શકાતું આ જગમાં,
બહુ વ્યર્થ ચાલતા રહ્યા,
હવે પહેલા વણાંકે વળી જવું છે.