STORYMIRROR

Anjana Gandhi

Classics Drama Fantasy

3  

Anjana Gandhi

Classics Drama Fantasy

ગરબો

ગરબો

1 min
14.3K


હું તો ઊભી બજારે દોડી,

ઘરના કામ સૌ છોડી,

નિકળો શામળિયો, શેરીથી મારી,

હું પડી થોડી મોડી...

હું તો ઊભી બજારે દોડી...

ઢોળ્યાં સૌ ઠામડા,

દેગડા ને તાંમડી,

બની અભિસારીકા,

થાઉં ઉતાવળી,

નદી જવાને બહાને નિકળી,

લઇને બેડુ ને ઈંઢોળી...

હું તો ઉભી બજારે દોડી...

વાંસળી વગાડી કાન્હો મુજ ને રિઝાવે,

બંસરીની ધૂન પર ખૂબ સતાવે,

છે રણછોડ મારો નટખટ નટવર

ને હું તો બિચારી બહુ ભોળી..

હું તો ઊભી બજારે દોડી.


Rate this content
Log in

Similar gujarati poem from Classics