STORYMIRROR

Chaitanya Joshi

Classics Drama Fantasy

3  

Chaitanya Joshi

Classics Drama Fantasy

ભક્તવત્સલતા.

ભક્તવત્સલતા.

1 min
14.3K


હરિ તારી રીત જગતથી ન્યારી,

ભાવનાના ભૂખ્યા ભગવંત ભારી,


કોઈ આર્તનાદથી જ્યાં પોકારે,

હરિવર રહેનારા એની હારેહારે,

દેતા જીવન ભક્તોનું શણગારી,

હરિ તારી રીત જગતથી ન્યારી.


તારાંના નયને જ્યાં અશ્રુધાર,

થઈ જાય આરઝૂ તણો સ્વીકાર,

દોટ મૂકતા ત્યારે માધવ મોરારી,

દેતા નિજજનને સંકટથી ઉગારી,

હરિ તારી રીત જગતથી ન્યારી,


કરતાલ નરસિંહની જ્યાં વાગે,

હજાર કામ છોડીને હરિ ભાગે.

નયનના પલકારે ભીડ ટળનારી,

હરિ તારી રીત જગતથી ન્યારી.


Rate this content
Log in

Similar gujarati poem from Classics