સફરમાં
સફરમાં


શ્વાસોની ટિકિટ લઈને
નીકળ્યો'તો જિંદગીની સફરમાં,
રાહ જોઈને બેઠી છે
એક મનોહર મંઝિલ કબરમાં...
અકબંધ મળ્યું'તું પરબિડીયું
રહસ્યો છૂપાવીને હાથનાં લીટામાં,
ઝોલા ખાતો રહ્યો સદા હું
"આ" અને "પેલા" માં...
ક્યારેક રોકાઈ ગયો,
મીઠી લાગણીનાં વમળમાં,
ને ક્યારેક ભરમાતો રહ્યો,
નામમાત્રનાં સંબંધમાં.....
ઘણી વાર નજરાતો રહ્યો,
હું જ ખુશીની નજરમાં,
એટલે જ વેદનાઓ ગવાઈ ગઈ હવે
ગીત અને ગઝલમાં....
કેટલી ઉતાવળ છે જુઓ શ્વાસોને
પહોંચવા અંતિમ ચરણમાં,
કેટકેટલાય અનુભવો ભરી લીધા પરાણે,
જીવનના આ પોટલામાં..