ઘમ્મર વલોણું
ઘમ્મર વલોણું
ખોરડાં વચ્ચે ખાંભલિયો
ખાંભલિયે બાંધ્યો ખૂંટો રે
ખોરડાં વચ્ચે ખાંભલિયો
ખૂંટે જોડ્યો રવૈયો
રવૈયા હેઠે મટકી મેલી
મટકીમાં મેલ્યા ગોરસ જાજા
ખોરડાં વચ્ચે ખાંભલિયો
માંકડી ઢાંકી મહી વલોવ્યા
ખોરડાં વચ્ચે ખાંભલિયો
નેતરું તાણે પદમણી
સામે છેડે બાલમજી
ખોરડાં વચ્ચે ખાંભલિયો
ઝટકે ઝાટકે ગાતા જાય
નેતરાં નાચ્યાં નનકડા
ખોરડાં વચ્ચે ખાંભલિયો
ઘમ્મર વલોણું ઘમ ઘામ થાય
ખોરડાં વચ્ચે ખાંભલિયો 
;
પગમાં ઝાંઝર ઝમ ઝમ થાય
ખોરડાં વચ્ચે ખાંભલિયો
મરદ મૂછાળો મરકતો જાય
ભૂલકા ભોળા બરકતો જાય
ખોરડાં વચ્ચે ખાંભલિયો
નેતરે નિપજ્યા માખણિયા
માખણીયે મીઠા જોશ રે
ખોરડાં વચ્ચે ખાંભલિયો
નીતર્યા માખણ છીંકે ચડ્યા
છોરે ખાધા ખોબે ખોબે
ખોરડાં વચ્ચે ખાંભલિયો
તાંસળી ભરીને છાયશું પીધી
ખોરડાં વચ્ચે ખાંભલિયો
ખોરડાં વચ્ચે ખાંભલિયો
ખાંભલિયે બાંધ્યો ખૂંટો રે
ખોરડાં વચ્ચે ખાંભલિયો