બાળપણ
બાળપણ


ન્હોતી કોઈ ચિંતા, ન્હોતો કોઈ ભાર,
બોલાવે દોસ્ત ત્યારે બંદા ઘરની બ્હાર.
હસતાં ને રમતાં, લડતા ઝગડતા,
દિવસો મજાના, કેવા મનગમતા.
કોઈ કહેશો ? ખોવાયું હશે તે ક્યાં ?
શોધ્યું જડે નહીં, મને મારું નાનપણ.
નાનો હતો જ્યારે, ન્હોતી બહુ સમજણ,
થાઉં જલ્દી મોટો, જીવીને હું બચપણ.
લાગતું'તુ સારું, અન્યોનું શાણપણ,
યાદ આવે છે બહુ આજ, ભુલકાંનું ભોળપણ,
વધતી ઉંમરની સાથે મોટો થઈશ,
આવશે અણગમતું ઘડપણ,
બાળકના બાળકને જોઈને,
રોજ્જે શોધીશ, તેમાં હું મારું બાળપણ.