કાનનો કાન
કાનનો કાન
યશોદા જોઈને મુખ પર માખણ માખણચોરના,
કાન આમળી કાનને લાવ્યા સંગ પીંછ મોરના,
ગણેશનું નામ લઇ કર્યાં શ્રી ગણેશ વઢવા તણા,
ચણા-મમરા સમ શિશુ આગળ ભૈ લોઢાના ચણા,
રામ ને જોઈ જ્યમ રાવણના રમી ગયા તા રામ,
કામ દેવ ને જોઈ સૌ થંભી ગયા છોડી સર્વે કામ,
દેવતા ભજવા લાગ્યા ચૂલે ઠારી અંગાર દેવતા,
થઇ ગયા તલ્લીન કૃષ્ણ રંગના કૃષ્ણને સેવતા.