મુનશીને વંદન
મુનશીને વંદન


પાટણની જાહો જલાલી,
સોલંકીઓની સુખી સંપદા;
વર્ણવી જેમાં અદ્ભૂત ગાથા,
તેજ પાટણની પ્રભુતા.
તે મીનળ ની કઠોરતા,
ને મુંજના બાહુ સામે જુકતું નભ,
તે પવિત્ર પ્રણયની પ્રાર્થના,
એટલેજ પૃથ્વીવલ્લભ.
કાક ને મંજરીની અમર ગાથા,
શૂરવીરતા અને ધર્મરાજ,
સિદ્ધરાજનું શાસન અને,
તેજ ગુર્જરનો રાજાધિરાજ.
વઢાવેલ માથા જેને કાજ,
કરી હુંકાર આપી ધર્મનો સાથ;
તે ભીમદેવની ખુમારી અને,
નાદ જય જય સોમનાથ.