મારા વીરાને બાંધું રૂડી રાખડી
મારા વીરાને બાંધું રૂડી રાખડી
મારા વીરાને બાંધું રૂડી રાખડી રે લોલ...
આવ્યો આવ્યો રક્ષાબંધનનો તહેવાર,
ને સાથે લઈ સ્નેહ કેરો શણગાર.
મારા વીરાને....
મનમાં છે ખૂબ થનગનાટ,
ને ઘરમાં છે પ્રેમનો કિલકિલાટ.
મારા વીરાને.....
એના કપાળે કુમકુમ તિલક લગાવું,
ને એને હર્ષ કેરી લાગણીથી વધાવુ.
મારા વીરાને....
એને મનગમતા બનાવું ભોજન,
ને જમાડું પીરસીને પકવાન.
મારા વીરાને....
સાથિયા દોરી થાળીમાં દીવો કરું,
ને અંતરના આશિષ સહ આરતી ઉતારું.
મારા વીરાને....
પ્રાર્થના કરું એના લાંબા આયુષ્યની,
ને યાચના કરું એના સુખમય જીવનની.
મારા વીરાને.
