મારા દેશનો ગૌરવ દિન
મારા દેશનો ગૌરવ દિન
એક દિવસ વિશ્વે વિંધાઈ ગયો,
જન-ગણમાં વેગે પ્રસરી રહ્યો,
એ તનને તત્પર કરતો રહ્યો,
મનમાં મજબૂતી ભરતો રહ્યો,
દ્રઢ વૃત્તિને એ ઘડતો ગયો,
સંસ્કૃતિ આર્યની આન રહ્યો,
ભૂતકાળમાં એ ભૂલાયો હતો,
આજે સઘળી મહીમાં વહી રહ્યો,
રોગ બધાનો એ ભોગી બન્યો,
સૂર્ય નમન એ શીખવી રહ્યો,
એને બાર ચરણમાં ચાંપી ગયો,
લોકોના તન-મન નીતરી ગયો,
ઉજ્જવળ સ્વાસ્થ્યને ચીતરી રહ્યો,
આખી દુનિયાએ આવકાર દીધો,
જેનો સઘળાએ સત્કાર કીધો,
જ્યાં મોટા માથા ઢળી પડ્યા,
ત્યાં છોટા બાળ છવાઈ પડ્યા,
શ્વાસને એણે આકાર દીધો,
એણે ઉચ્છશ્વાસને સુજાકાર કીધો,
‘યોગ’ નામે આવિર્ભૂત થયો,
જે ભારતભોમે પ્રાદુર્ભૂત થયો,
એકવીસમી જૂને જડાઈ ગયો,
વિશ્વમાં એ વેરાઈ ગયો,
દેશનું ગૌરવ ગાતો રહ્યો,
એ વિશ્વ યોગ દિન બની ગયો.
