STORYMIRROR

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Tragedy Inspirational

4  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Tragedy Inspirational

માનવ

માનવ

1 min
316

આમ તો આજકાલ ઘણાં સ્વજન સ્વર્ગે સિધાવે છે,

મુઠ્ઠીભર હશે કેટલાંક સ્થાન એવું હૃદયમાં બનાવે છે !


હશે ઈશ્વરની ઈચ્છા કંઈક એવી, મન એવું મનાવે છે,

દુઃખ મનમાં ભરી રાખી આજે માનવ ખુદને બનાવે છે !


મારા કરતાં પહેલાં કેમ ? કંઈક એવું જ સમજાવે છે,

હવે લાગણીઓ વ્યક્ત કરતાં પણ ઘણા અટકાવે છે !


કાંઈક આડોડાઈ થકી જ એ નારાજ થયો લાગે છે,

નહીં તો, માનવ તને ક્યાં ઈશ્વર કદી આમ ભટકાવે છે !


સમય ઘણો આવ્યો કઠિન હેસિયત એની બતાવે છે,

મોત કેરા માતમમાં જતાં હવે મોતનો ભય સતાવે છે !


હું હજુ જીવતો, મરતા ભલે 'એ' કહી સમય વિતાવે છે,

એને ક્યાં ખબર કે 'સમય' આવા જ હિસાબો પતાવે છે !


ખુદ હાર્યો છે કુદરતથી હવે કંઈક અંશે એવું વિચારે છે,

રખે ને કોઈ જુએ રડતાં, માની ચહેરો કપડાથી છૂપાવે છે !


આમ તો આજકાલ ઘણાં સ્વજન સ્વર્ગે સિધાવે છે,

મુઠ્ઠીભર હશે કેટલાંક સ્થાન એવું હૃદયમાં બનાવે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract