માણસ - 3
માણસ - 3
વાયદે વાયદે બદલતો માણસ,
ને જૂઠનો રંગ ચડાવતો માણસ,
પહેર્યું ચોકડું કૂતરાના દાંતનું,
ફાયદે ફાયદે કરડતો માણસ,
સાપની જેમ તે લીસોટા ન છોડતો,
કાયદે કાયદે ફસાવતો માણસ,
બને ગુલાંટ મારવામાં ચેમ્પીયન,
ખરા ટાણે તેથી ફટકતો માણસ,
‘સાગર’ ખરાં-ખોટાંનું રાખે ન ભાન,
બલાની ચુંગાળમાં દોડતો માણસ.
