માણસ - 2
માણસ - 2
આફતોનું મોટું બારું માણસ,
કરતો તારું તે મારું માણસ,
અહીંનું તહીં કરવા મશગૂલ,
હથિયાર છે બેધારું માણસ,
ઢાંકી ન શકે એબ પોતાનીયે,
પાડતો ખુલ્લું ભોપારું માણસ,
દોટ મૂકે લાંબી, મીંચીને આંખો,
પછી કે’વાય બિચારું માણસ,
‘સાગર’ મુખ બગાડ્યું બલાએ,
ગુનામાં જીવે ગોઝારું માણસ.
