મા
મા
કોખથી છૂટો પડ્યો હું રડેલો "મા" તું હસેલી.....
ગોદમાં હું રમેલો ખુબ હસેલો તુંં હસેલી !
બેસતા હું શીખેલો બોલ્યો "મા" તું રડેલી....
પા-પા પગલી પાડી ગળે બાઝી પડેલી !
ગોળ ગોળ હું ભગાવતો, હું બહુ સતાવતો !
દૂધનો પ્યાલો લઈને ગોતે હું સંતાઈ જાતો !
સ્કૂલે મૂકવા હસ્તા મુખે સજળ નૈને જોતો !
છૂટતા ગળેથી હું રડેલો વળી વળી જોતો !
મિત્રોમાં મશ્ગુલ રમતગમત ખુબ રમતો !
સ્કૂલ પતી તે સમર ખુબ ફર્યો'તો હસતો !
પપ્પાની કાર્બન-કોપી કહે હું મલકાતો !
ગર્વથી ભીની આંખો ચશ્માં લૂછતીતે જોતો !
યુનિ-માંથી આવી રડ્યો ક્રુશ હથેળી ચૂમતો !
મીઠું મોં કરાવ્યું જોબ મળી તુંં રડેલી........
લગ્ન વખતે હરખાતી ઘડી-ઘડી આંખો લુછતી !
પાગલ મનવા દિલના સંભલે કૈં ચૂમી લેતી !!
પહેલા ખોળે વધામણીએ સફેદી માથે વધતી !
ના'ની તારી ના'ના તારા કહી સંગે રમતા !
ઠુમક-ઠુમક મુજ બાળ રમાડે હું જો'તો હસતી !
દૂધનો પ્યાલો લઈને ગોતે ઘીમે ફરતી !
ગોળ ગોળ ફરી મુજ્ને જ જાણે શોધતી..!
રડતાં રડતાં યાદ કરું આજ તુંં દૂર નજરથી !!
"પાપા ના'ની" છબીને ચૂમી બાળ નજર હસતી
ક્યાંથી લાવું નાની નાના નજર રહે ખોજતી.
