મા સરસ્વતીની કૃપા
મા સરસ્વતીની કૃપા
હંસ વાહિની મા સરસ્વતી, સફેદ વસ્ત્રોનો પવિત્ર શણગાર છે,
તારી કૃપા ચહું છું, કરવા જિંદગીના સપનાં સાકાર છે,
વસંત પંચમીનો આવતો હોય છે આગવો અવસર,
મા શારદાની કરી સાધના, કમલાસિન મા નો કરવો જયજયકાર છે,
મા તારી કૃપા થકી જ શક્ય છે જગત કલ્યાણની તાન,
તારી વીણાના અલૌકિક સૂર સદાબહાર છે,
ન્યાય અને સચ્ચાઈનો વાગતો રહે હરહંમેશ ડંકો તારી કૃપા થકી,
અન્યાય અને જૂઠ પર કરવા પ્રચંડ પ્રહાર છે,
જ્ઞાનની વૃદ્ધિ અને બુદ્ધિની શુદ્ધિ માટે કરજે કૃપા હો મા,
સંસ્કાર અને સંસ્કૃતિના કરાવવા સાક્ષાત્કાર છે,
તારી કૃપા થકી હું રહ્યો છે શબ્દોનો સાધક
મારા શબ્દોને બનાવવા શાંતિના દ્વાર છે.
