STORYMIRROR

Dina Chhelavda

Abstract Inspirational

3  

Dina Chhelavda

Abstract Inspirational

લવ યુ ડિયર જિંદગી

લવ યુ ડિયર જિંદગી

1 min
216

એક વરસાદી સાંજ પૃથ્વીની

ધૂન સુરીલી વાંસળીની અને

વ્હાલી દીકરીનો સંગાથ.....

બીજું જોઈએ શું ?

લવ યુ ડીયર જિંદગી..


એક સુંદર ઢળતી રાત

સાગરમાં લહેરાતી મોજ અને

વ્હાલી દીકરીનો સંગાથ.....

બીજું જોઈએ શું ?

લવ યુ ડીયર જિંદગી..


એક મસ્ત સુહાની સફર

જીવનમાં અનોખી ઝરમર અને

વ્હાલી દીકરીનો સંગાથ.....

બીજું જોઈએ શું ?

લવ યુ ડીયર જિંદગી..


ટમટમતી તારલિયાની રાત

નૃત્યમાં છલકાતું નૂર અને

વ્હાલી દીકરીમાં રાધાના દર્શન......

બીજું જોઈએ શું ?

લવ યુ ડીયર જિંદગી..


જિંદગીએ આપેલી અનમોલ ભેટ

મારી બંને વ્હાલી દીકરીઓ

આવી અનમોલ દીકરીઓનો સંગાથ...

બસ પ્રભુ ! બીજું જોઈએ શું ?

તારો ખૂબ ખૂબ આભાર.....

લવ યુ ડીયર જિંદગી

થેન્કયુ ડીયર જિંદગી..!


Rate this content
Log in

Similar gujarati poem from Abstract