લટકાં-ઝટકાં
લટકાં-ઝટકાં
દોસ્ત ! મારો નહિ ખોટાં લટકાં,
મૂકી દેશે માથે કોઈ મટકાં,
સારું નથી દર દર ભાટકવું,
કીડીના દેશમાં લાગે ચટકાં,
બાપની જાગીર બધે ન ચાલે,
ખોટી જગ્યાએ મારે કોઈ ફટકા,
કોઈને કણું જાણીને ન જોવા,
આંખમાં નકામા રહે ખટકાં,
‘સાગર’ સંસારે આવી ભરાણા,
કલાથી બચવાના ક્યાં છે છટકાં ?
